1 શમુએલ ૧૮:૨૭
તે દિવસો પૂરા થયા પહેલા દાઉદ પોતાના માણસોને લઈને ગયો. તેણે બસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને તેઓનાં અગ્રચર્મ લાવ્યો, અને તેઓએ તે રાજાને પૂરેપૂરાં ગણી આપ્યાં, કે જેથી તે રાજાનો જમાઈ થાય. તેથી શાઉલે પોતાની દીકરી મિખાલને તેની પત્ની થવા માટે આપી.1 શમુએલ ૧૮:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 18:27
- David arose and went, he and his men, and killed two hundred men of the Philistines. Then David brought their foreskins, and they gave them in full number to the king, that he might be the king’s son-in-law. Then Saul gave him Michal his daughter as wife.
- हिन्दी — 1 शमूएल १८:२७
- तब दाऊद अपने जनों को संग लेकर चला, और पलिश्तियों के दो सौ पुरुषों को मारा; तब दाऊद उनकी खलड़ियों को ले आया, और वे राजा को गिन-गिनकर दी गईं, इसलिए कि वह राजा का दामाद हो जाए। अतः शाऊल ने अपनी बेटी मीकल का उससे विवाह कर दिया।
સંદર્ભમાં
૨૫અને શાઉલે કહ્યું કે, તમારે દાઉદને એમ કહેવું, ‘રાજાને કશા પલ્લાની જરૂર નથી. રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે કેવળ પલિસ્તીઓનાં સો અગ્રચર્મ જોઈએ છે.’ આવું કહેવામાં શાઉલનો બદઈરાદો હતો કે દાઉદ પલિસ્તીઓના હાથથી માર્યો જાય.
૨૬હવે તેના ચાકરોએ એ વાતો દાઉદને કહી, ત્યારે દાઉદને રાજાનો જમાઈ થવાનું પસંદ પડ્યું.
૨૭તે દિવસો પૂરા થયા પહેલા દાઉદ પોતાના માણસોને લઈને ગયો. તેણે બસો પલિસ્તીઓને મારી નાખ્યા. અને તેઓનાં અગ્રચર્મ લાવ્યો, અને તેઓએ તે રાજાને પૂરેપૂરાં ગણી આપ્યાં, કે જેથી તે રાજાનો જમાઈ થાય. તેથી શાઉલે પોતાની દીકરી મિખાલને તેની પત્ની થવા માટે આપી.
૨૮અને શાઉલે જોયું અને જાણ્યું કે, ઈશ્વર દાઉદની સાથે છે. શાઉલની દીકરી મિખાલે તેને પ્રેમ કર્યો .
૨૯શાઉલને દાઉદનો વધારે ભય લાગ્યો. શાઉલ હંમેશ દાઉદનો વેરી રહ્યો.
