1 શમુએલ ૨૧:૧૦
તે દિવસે દાઉદ ઊઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.1 શમુએલ ૨૧:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 21:10
- David arose and fled that day for fear of Saul, and went to Achish the king of Gath.
- हिन्दी — 1 शमूएल २१:१०
- तब दाऊद चला, और उसी दिन शाऊल के डर के मारे भागकर गत के राजा आकीश के पास गया।
સંદર્ભમાં
૮દાઉદે અહીમેલેખને કહ્યું, “હવે તારા હાથમાં ભાલો કે તલવાર નથી? રાજાનું કામ ઉતાવળું હતું, તેથી હું મારી તલવાર કે મારું શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી.”
૯યાજકે કહ્યું, “ગોલ્યાથ પલિસ્તી, જેને તેં એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તલવાર અહીં વસ્ત્રમાં વીંટાળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તે તારે લેવી હોય, તો લે; કેમ કે તે સિવાય બીજુ એકપણ શસ્ત્ર અહીં નથી. દાઉદે કહ્યું, “એના જેવી એકપણ તલવાર નથી; એ જ મને આપ.”
૧૦તે દિવસે દાઉદ ઊઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
૧૧આખીશના ચાકરોએ તેને કહ્યું, “શું આ તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં એકબીજા સામે આ પ્રમાણે ગાયું ન હતું કે, ‘શાઉલે પોતાના હજાર અને દાઉદે પોતાના દસ હજાર માર્યા છે?”
૧૨દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા અને ગાથના રાજા આખીશથી તે ઘણો ગભરાયો.
