1 શમુએલ ૨૧:૯
યાજકે કહ્યું, “ગોલ્યાથ પલિસ્તી, જેને તેં એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તલવાર અહીં વસ્ત્રમાં વીંટાળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તે તારે લેવી હોય, તો લે; કેમ કે તે સિવાય બીજુ એકપણ શસ્ત્ર અહીં નથી. દાઉદે કહ્યું, “એના જેવી એકપણ તલવાર નથી; એ જ મને આપ.”1 શમુએલ ૨૧:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 21:9
- The priest said, “Behold, the sword of Goliath the Philistine, whom you killed in the valley of Elah, is here wrapped in a cloth behind the ephod. If you would like to take that, take it, for there is no other except that here.” David said, “There is none like that. Give it to me.”
- हिन्दी — 1 शमूएल २१:९
- याजक ने कहा, “हाँ, पलिश्ती गोलियत जिसे तूने एला तराई में घात किया, उसकी तलवार कपड़े में लपेटी हुई एपोद के पीछे रखी है; यदि तू उसे लेना चाहे, तो ले ले, उसे छोड़ और कोई यहाँ नहीं है।” दाऊद बोला, “उसके तुल्य कोई नहीं; वही मुझे दे।”
સંદર્ભમાં
૭હવે તે દિવસે શાઉલનો એક ચાકર જે ત્યાં હતો, તે ઈશ્વરની આગળ રોકાયો હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળીયાઓમાં મુખ્ય હતો.
૮દાઉદે અહીમેલેખને કહ્યું, “હવે તારા હાથમાં ભાલો કે તલવાર નથી? રાજાનું કામ ઉતાવળું હતું, તેથી હું મારી તલવાર કે મારું શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી.”
૯યાજકે કહ્યું, “ગોલ્યાથ પલિસ્તી, જેને તેં એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તલવાર અહીં વસ્ત્રમાં વીંટાળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તે તારે લેવી હોય, તો લે; કેમ કે તે સિવાય બીજુ એકપણ શસ્ત્ર અહીં નથી. દાઉદે કહ્યું, “એના જેવી એકપણ તલવાર નથી; એ જ મને આપ.”
૧૦તે દિવસે દાઉદ ઊઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
૧૧આખીશના ચાકરોએ તેને કહ્યું, “શું આ તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં એકબીજા સામે આ પ્રમાણે ગાયું ન હતું કે, ‘શાઉલે પોતાના હજાર અને દાઉદે પોતાના દસ હજાર માર્યા છે?”
