1 શમુએલ ૨૬:૧૮
તેણે કહ્યું, “શા માટે મારા માલિક પોતાના સેવકની પાછળ લાગ્યા છે? મેં શું કર્યું છે? મારા હાથમાં શું દુષ્ટતા છે?1 શમુએલ ૨૬:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 26:18
- He said, “Why does my lord pursue his servant? For what have I done? What evil is in my hand?
- हिन्दी — 1 शमूएल २६:१८
- फिर उसने कहा, “मेरा प्रभु अपने दास का पीछा क्यों करता है? मैंने क्या किया है? और मुझसे कौन सी बुराई हुई है?
સંદર્ભમાં
૧૬આ જે બાબત તેં કરી છે તે ઠીક નથી. જીવતા ઈશ્વરના સમ, તમે મરવાને લાયક છે કેમ કે તમે તમારા માલિક, એટલે ઈશ્વરના અભિષિક્તની સંભાળ રાખી નથી. અને હવે, રાજાનો ભાલો તથા તેના માથા પાસેનું પાણીનું પાત્ર ક્યાં છે તે જુઓ.”
૧૭શાઉલે દાઉદનો અવાજ ઓળખીને કહ્યું, “હે મારા દીકરા દાઉદ, શું આ તારો અવાજ છે?” દાઉદે કહ્યું કે, “હે મારા માલિક રાજા, એ મારો અવાજ છે.”
૧૮તેણે કહ્યું, “શા માટે મારા માલિક પોતાના સેવકની પાછળ લાગ્યા છે? મેં શું કર્યું છે? મારા હાથમાં શું દુષ્ટતા છે?
૧૯તેથી હવે, મારા માલિક રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં. જો ઈશ્વરે તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય, તો તેમને આ અર્પણનો અંગીકાર કરવા દો; પણ જો તે માનવ જાતનું કામ હોય, તો તે માણસો ઈશ્વરની આગળ શાપિત થાઓ, કેમ કે તેઓએ મને આજે કાઢી મૂક્યો છે કે, હું ઈશ્વરના વારસાનો ભાગીદાર ના બનું. તેઓએ મને કહ્યું, ‘જા અને બીજા દેવોની ઉપાસના કર.’
૨૦તેથી હવે, મારું લોહી ઈશ્વરની સમક્ષતાથી દૂરની ભૂમિ પર ના પડો; કેમ કે જેમ કોઈ પર્વત પર તીતરનો શિકાર કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી આવ્યા છે.”
