1 શમુએલ ૨૬:૨૦
તેથી હવે, મારું લોહી ઈશ્વરની સમક્ષતાથી દૂરની ભૂમિ પર ના પડો; કેમ કે જેમ કોઈ પર્વત પર તીતરનો શિકાર કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી આવ્યા છે.”1 શમુએલ ૨૬:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 26:20
- Now therefore, don’t let my blood fall to the earth away from the presence of the LORD; for the king of Israel has come out to seek a flea, as when one hunts a partridge in the mountains.”
- हिन्दी — 1 शमूएल २६:२०
- इसलिए अब मेरा लहू यहोवा की आँखों की ओट में भूमि पर न बहने पाए; इस्राएल का राजा तो एक पिस्सू ढूँढ़ने आया है, जैसा कि कोई पहाड़ों पर तीतर का अहेर करे।”
સંદર્ભમાં
૧૮તેણે કહ્યું, “શા માટે મારા માલિક પોતાના સેવકની પાછળ લાગ્યા છે? મેં શું કર્યું છે? મારા હાથમાં શું દુષ્ટતા છે?
૧૯તેથી હવે, મારા માલિક રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં. જો ઈશ્વરે તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય, તો તેમને આ અર્પણનો અંગીકાર કરવા દો; પણ જો તે માનવ જાતનું કામ હોય, તો તે માણસો ઈશ્વરની આગળ શાપિત થાઓ, કેમ કે તેઓએ મને આજે કાઢી મૂક્યો છે કે, હું ઈશ્વરના વારસાનો ભાગીદાર ના બનું. તેઓએ મને કહ્યું, ‘જા અને બીજા દેવોની ઉપાસના કર.’
૨૦તેથી હવે, મારું લોહી ઈશ્વરની સમક્ષતાથી દૂરની ભૂમિ પર ના પડો; કેમ કે જેમ કોઈ પર્વત પર તીતરનો શિકાર કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી આવ્યા છે.”
૨૧પછી શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે. મારા દીકરા દાઉદ, પાછો આવ; કેમ કે હવે પછી હું તને ઈજા નહિ કરું. આજે તારી નજરમાં મારો જીવ મૂલ્યવાન હતો. જો, મેં મૂર્ખાઈ કરી છે અને ઘણી ભૂલ કરી છે.”
૨૨દાઉદે જવાબ આપ્યો કે” હે રાજા, જુઓ, તમારો ભાલો અહીં છે! જુવાન પુરુષોમાંથી કોઈ એક અહીં આવીને તે લઈ જાય.
