Skip to content
Methodist Church Nadiad
શમુએલે શાઉલને કહ્યું, “શા માટે તું મને ઉઠાડીને હેરાન કરે છે?” શાઉલે કહ્યું, “હું ઘણો દુઃખી છું, કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ઈશ્વરે મને છોડી દીધો છે, પ્રબોધકો અથવા સ્વપ્ન દ્વારા મને ઉત્તર મળતા નથી. તેથી મેં તને બોલાવ્યો છે, કે મારે શું કરવું તે તું મને જણાવે.”

1 શમુએલ ૨૮:૧૫ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Samuel 28:15
Samuel said to Saul, “Why have you disturbed me, to bring me up?” Saul answered, “I am very distressed; for the Philistines make war against me, and God has departed from me, and answers me no more, by prophets, or by dreams. Therefore I have called you, that you may make known to me what I shall do.”
हिन्दी1 शमूएल २८:१५
शमूएल ने शाऊल से पूछा, “तूने मुझे ऊपर बुलवाकर क्यों सताया है?” शाऊल ने कहा, “मैं बड़े संकट में पड़ा हूँ; क्योंकि पलिश्ती मेरे साथ लड़ रहे हैं और परमेश्वर ने मुझे छोड़ दिया, और अब मुझे न तो भविष्यद्वक्ताओं के द्वारा उत्तर देता है, और न स्वप्नों के; इसलिए मैंने तुझे बुलाया कि तू मुझे जता दे कि मैं क्या करूँ।”

સંદર્ભમાં

૧૩રાજાએ તેને કહ્યું, “બીશ નહિ. તું શું જુએ છે?” તે સ્ત્રીએ શાઉલને કહ્યું, “હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું.”

૧૪તેણે સ્ત્રીને કહ્યું, “તે કેવો દેખાય છે?’ સ્ત્રીએ જવાબ આપ્યો, ‘એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે; તેણે ઝભ્ભો પહેરેલો છે.” શાઉલે સમજી ગયો કે તે શમુએલ છે, તેણે પોતાનું માથું ભૂમિ સુધી નમાવીને પ્રણામ કર્યા.

૧૫શમુએલે શાઉલને કહ્યું, “શા માટે તું મને ઉઠાડીને હેરાન કરે છે?” શાઉલે કહ્યું, “હું ઘણો દુઃખી છું, કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ઈશ્વરે મને છોડી દીધો છે, પ્રબોધકો અથવા સ્વપ્ન દ્વારા મને ઉત્તર મળતા નથી. તેથી મેં તને બોલાવ્યો છે, કે મારે શું કરવું તે તું મને જણાવે.”

૧૬શમુએલે કહ્યું, “જો ઈશ્વરે તને તજી દીધો છે અને તે તારા શત્રુ થયા છે; તો પછી તું મને શા માટે પૂછે છે?

૧૭જેમ ઈશ્વર મારી મારફતે બોલ્યા તેમ તેમણે તને કર્યું છે. કેમ કે ઈશ્વરે તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તેને કોઈ બીજાને એટલે દાઉદને આપ્યું છે.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.