1 શમુએલ ૨૮:૧૭
જેમ ઈશ્વર મારી મારફતે બોલ્યા તેમ તેમણે તને કર્યું છે. કેમ કે ઈશ્વરે તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તેને કોઈ બીજાને એટલે દાઉદને આપ્યું છે.1 શમુએલ ૨૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 28:17
- The LORD has done to you as he spoke by me. The LORD has torn the kingdom out of your hand and given it to your neighbor, even to David.
- हिन्दी — 1 शमूएल २८:१७
- यहोवा ने तो जैसे मुझसे कहलवाया था वैसा ही उसने व्यवहार किया है; अर्थात् उसने तेरे हाथ से राज्य छीनकर तेरे पड़ोसी दाऊद को दे दिया है।
સંદર્ભમાં
૧૫શમુએલે શાઉલને કહ્યું, “શા માટે તું મને ઉઠાડીને હેરાન કરે છે?” શાઉલે કહ્યું, “હું ઘણો દુઃખી છું, કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ઈશ્વરે મને છોડી દીધો છે, પ્રબોધકો અથવા સ્વપ્ન દ્વારા મને ઉત્તર મળતા નથી. તેથી મેં તને બોલાવ્યો છે, કે મારે શું કરવું તે તું મને જણાવે.”
૧૬શમુએલે કહ્યું, “જો ઈશ્વરે તને તજી દીધો છે અને તે તારા શત્રુ થયા છે; તો પછી તું મને શા માટે પૂછે છે?
૧૭જેમ ઈશ્વર મારી મારફતે બોલ્યા તેમ તેમણે તને કર્યું છે. કેમ કે ઈશ્વરે તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તેને કોઈ બીજાને એટલે દાઉદને આપ્યું છે.
૧૮કેમ કે તેં ઈશ્વરની વાણી માની નહિ, તેમના સખત ક્રોધનો અમલ અમાલેક ઉપર કર્યો નહિ, એ માટે ઈશ્વરે આજે તારી આ દશા કરી છે.
૧૯વળી, ઈશ્વર તારી માફક ઇઝરાયલને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે. કાલે તું તથા તારા દીકરાઓ મારી સાથે હશો; ઈશ્વર ઇઝરાયલના સૈન્યને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે.”
