Skip to content
Methodist Church Nadiad
અમે કરેથીઓના દક્ષિણ ભાગ ઉપર, યહૂદિયાના દેશ ઉપર, કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી અને સિકલાગને અમે આગથી બાળી નાખ્યું.”

1 શમુએલ ૩૦:૧૪ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Samuel 30:14
We made a raid on the South of the Cherethites, and on that which belongs to Judah, and on the South of Caleb; and we burned Ziklag with fire.”
हिन्दी1 शमूएल ३०:१४
हम लोगों ने करेतियों की दक्षिण दिशा में, और यहूदा के देश में, और कालेब की दक्षिण दिशा में चढ़ाई की; और सिकलग को आग लगाकर फूँक दिया था।”

સંદર્ભમાં

૧૨અને તેઓએ તેને અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની બે લૂમો આપી. તેણે ખાધું એટલે તેનામાં તાકાત આવી, કેમ કે તેણે ત્રણ દિવસ તથા ત્રણ રાત દરમ્યાન કશું ખાધું ન હતું; કે પાણી પણ પીધું ન હતું.

૧૩દાઉદે તેને કહ્યું, “તું કોના તાબાનો છે? તું ક્યાંથી આવ્યો છે?” તેણે કહ્યું, “હું મિસરનો એક જુવાન છું, એક અમાલેકીનો ચાકર છું; મારા માલિકે મને ત્યજી દીધો છે. કેમ કે ત્રણ દિવસ અગાઉ હું બીમાર પડ્યો હતો.

૧૪અમે કરેથીઓના દક્ષિણ ભાગ ઉપર, યહૂદિયાના દેશ ઉપર, કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી અને સિકલાગને અમે આગથી બાળી નાખ્યું.”

૧૫દાઉદે તેને કહ્યું, “શું તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” મિસરીએ કહ્યું, “તું ઈશ્વરના સોગન ખા કે તું મને મારી નહિ નાખે. અથવા મારા માલિકના હાથમાં મને સોંપી નહિ દે. તો હું તને તે ટુકડી પાસે લઈ જાઉં.”

૧૬તે મિસરી દાઉદને ત્યાં લઈ ગયો. તે લોકો મેદાનનાં સર્વ ભાગમાં પ્રસરાઈ ગયા હતા, તેઓ ખાતા, પીતા તથા મિજબાની ઉડાવતા હતા, કેમ કે તેઓએ પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી પુષ્કળ લૂંટ મેળવી હતી.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.