Skip to content
Methodist Church Nadiad
પછી દાઉદે કહ્યું, “મારા ભાઈઓ, ઈશ્વર કે જેમણે આપણને બચાવી રાખ્યા છે તેમની સમક્ષ આવી રીતે ન વર્તો. તેમણે આપણી વિરુદ્ધ આવેલી ટોળીને આપણા હાથમાં સોંપી દીધી છે.

1 શમુએલ ૩૦:૨૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Samuel 30:23
Then David said, “Do not do so, my brothers, with that which the LORD has given to us, who has preserved us, and delivered the troop that came against us into our hand.
हिन्दी1 शमूएल ३०:२३
परन्तु दाऊद ने कहा, “हे मेरे भाइयों, तुम उस माल के साथ ऐसा न करने पाओगे जिसे यहोवा ने हमें दिया है; और उसने हमारी रक्षा की, और उस दल को जिसने हमारे ऊपर चढ़ाई की थी हमारे हाथ में कर दिया है।

સંદર્ભમાં

૨૧જે બસો માણસો એટલા થાકી ગયા હતા કે તેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, તેઓને તેઓએ બસોર નાળાં આગળ રાખ્યા હતા. તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે આ માણસો દાઉદને તથા તેની સાથેના માણસોને મળવાને સામા ગયા. જયારે દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને નમસ્કાર કર્યા.

૨૨પછી સર્વ નકામા તથા અયોગ્ય માણસો જેઓ દાઉદ સાથે ગયા હતા તેઓએ કહ્યું, “કેમ કે આ માણસો આપણી સાથે પાછા આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેઓમાંથી આપણે કશું તેઓને આપીશું નહિ. માત્ર દરેકને તેની પત્ની તથા બાળકો આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય.”

૨૩પછી દાઉદે કહ્યું, “મારા ભાઈઓ, ઈશ્વર કે જેમણે આપણને બચાવી રાખ્યા છે તેમની સમક્ષ આવી રીતે ન વર્તો. તેમણે આપણી વિરુદ્ધ આવેલી ટોળીને આપણા હાથમાં સોંપી દીધી છે.

૨૪આ બાબતમાં તમારું કોણ સાંભળશે? કેમ કે લડાઈમાં જનારને જેવો ભાગ મળે તેવો જ પુરવઠા પાસે રહેનારને પણ મળશે; તેઓને સરખો ભાગ મળશે.”

૨૫તે દિવસથી તે આજ સુધી દાઉદે એ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે નિયત કર્યા.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.