1 શમુએલ ૩૦:૩
જયારે દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે તે આગથી બાળી નંખાયેલું હતું અને તેઓની પત્નીઓ, દીકરાઓ તથા તેઓની દીકરીઓને બંદીવાન કરાયા હતાં.1 શમુએલ ૩૦:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 30:3
- When David and his men came to the city, behold, it was burned with fire; and their wives, their sons, and their daughters were taken captive.
- हिन्दी — 1 शमूएल ३०:३
- इसलिए जब दाऊद अपने जनों समेत उस नगर में पहुँचा, तब नगर तो जला पड़ा था, और स्त्रियाँ और बेटे-बेटियाँ बँधुआई में चली गई थीं।
સંદર્ભમાં
૧દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગમાં પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ ઉપર તથા સિકલાગ ઉપર હુમલો કર્યો. તેઓએ સિકલાગ પર હુમલો કર્યો. મારો ચલાવ્યો. અને તેને બાળી મૂક્યું.
૨અને તેમાની સ્ત્રીઓ તથા નાનાં મોટાં સર્વને કેદ કર્યો. તેઓએ કોઈને મારી નાખ્યા નહિ, પણ તેઓને કબજે કર્યા પછી પોતાને રસ્તે ચાલ્યા ગયા.
૩જયારે દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે તે આગથી બાળી નંખાયેલું હતું અને તેઓની પત્નીઓ, દીકરાઓ તથા તેઓની દીકરીઓને બંદીવાન કરાયા હતાં.
૪પછી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા.
૫દાઉદની બે પત્નીઓ, એટલે અહિનોઆમ યિઝ્રએલીને તથા અબિગાઈલ નાબાલ કાર્મેલીની પત્નીને કેદ કરીને લઈ જવામાં આવી.
