2 કાળવૃતાંત ૬:૫
‘હું મારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસથી, મારું નામ ત્યાં રહે તે માટે સભાસ્થાન બાંધવા માટે, મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ જ મારા ઇઝરાયલ લોકો પર મેં કોઈ પુરુષને રાજા તરીકે પસંદ કર્યો નથી.2 કાળવૃતાંત ૬:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 6:5
- ‘Since the day that I brought my people out of the land of Egypt, I chose no city out of all the tribes of Israel to build a house in, that my name might be there, and I chose no man to be prince over my people Israel;
- हिन्दी — 2 इतिहास ६:५
- ‘जिस दिन से मैं अपनी प्रजा को मिस्र देश से निकाल लाया, तब से मैंने न तो इस्राएल के किसी गोत्र का कोई नगर चुना जिसमें मेरे नाम के निवास के लिये भवन बनाया जाए, और न कोई मनुष्य चुना कि वह मेरी प्रजा इस्राएल पर प्रधान हो।
સંદર્ભમાં
૩પછી જયારે ઇઝરાયલની સમગ્ર પ્રજા સુલેમાનની સમક્ષ ઊભી હતી ત્યારે તેણે લોકો તરફ દ્રષ્ટિ કરીને તેઓને આશીર્વાદ આપ્યો.
૪તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહની સ્તુતિ હો. તેમણે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે પોતાના પરાક્રમી હાથે પૂરું કર્યું છે કે,
૫‘હું મારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસથી, મારું નામ ત્યાં રહે તે માટે સભાસ્થાન બાંધવા માટે, મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ જ મારા ઇઝરાયલ લોકો પર મેં કોઈ પુરુષને રાજા તરીકે પસંદ કર્યો નથી.
૬તો પણ, મેં યરુશાલેમને પસંદ કર્યું કે, મારું નામ ત્યાં રહે અને મારા ઇઝરાયલી લોકોનો અધિકારી થવા મેં દાઉદને પસંદ કર્યો છે.’”
૭હવે મારા પિતા દાઉદના હૃદયમાં હતું કે, પ્રભુ, ઇઝરાયલના ઈશ્વરને નામે સભાસ્થાન બાંધવું.
