2 કાળવૃતાંત ૯:૧૪
આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.2 કાળવૃતાંત ૯:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Chronicles 9:14
- in addition to that which the traders and merchants brought. All the kings of Arabia and the governors of the country brought gold and silver to Solomon.
- हिन्दी — 2 इतिहास ९:१४
- यह उससे अधिक था जो सौदागर और व्यापारी लाते थे; और अरब देश के सब राजा और देश के अधिपति भी सुलैमान के पास सोना-चाँदी लाते थे।
સંદર્ભમાં
૧૨રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન રાજાને માટે જે ભેટસોગાદ તે લઈ આવી હતી તેટલી જ કિંમતની સમી ભેટ સુલેમાને પણ તેને આપી. વળી તેણે તેની સર્વ ઇચ્છા તૃપ્ત કરી. તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ગઈ.
૧૩હવે દર વર્ષે સુલેમાન રાજાની પાસે છસો છાસઠ તાલંત સોનું આવતું હતું.
૧૪આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં.
૧૫રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું.
૧૬વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી.
