Skip to content
Methodist Church Nadiad
એલિશાએ તેને કહ્યું, “ધનુષ્ય લે. થોડાં તીર ઉઠાવ,” તેથી યોઆશે ધનુષ્ય અને થોડાં તીર ઉઠાવ્યાં.

2 રાજાઓ ૧૩:૧૫ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English2 Kings 13:15
Elisha said to him, “Take bow and arrows;” and he took bow and arrows for himself.
हिन्दी2 राजाओं १३:१५
वह उसके पास धनुष और तीर ले आया।

સંદર્ભમાં

૧૩યોઆશ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પછી યરોબામ તેના રાજયાસન પર બેઠો. યોઆશને સમરુનમાં ઇઝરાયલના રાજાઓ સાથે દફનાવવામાં આવ્યો.

૧૪જ્યારે એલિશા મરણપથારીએ પડ્યો હતો. ત્યારે ઇઝરાયલના રાજા યોઆશે તેની પાસે આવીને રડીને કહ્યું, “હે મારા પિતા! મારા પિતા! જો ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”

૧૫એલિશાએ તેને કહ્યું, “ધનુષ્ય લે. થોડાં તીર ઉઠાવ,” તેથી યોઆશે ધનુષ્ય અને થોડાં તીર ઉઠાવ્યાં.

૧૬પછી એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “તારો હાથ ધનુષ્ય પર મૂક.” એટલે તેણે પોતાનો હાથ તેના પર મૂક્યો. પછી એલિશાએ પોતાનો હાથ રાજાના હાથ પર મૂક્યો.

૧૭એલિશાએ કહ્યું, “પૂર્વ તરફની બારી ઉઘાડ.” તેથી તેણે તે બારી ઉઘાડી. પછી એલિશાએ કહ્યું, “તીર ચલાવ!” તેણે તીર છોડ્યું. એલિશાએ કહ્યું, “આ યહોવાહના વિજયનું તીર, અરામ પરના વિજયનું તીર હતું. કેમ કે તું અરામીઓને અફેકમાં મારીને તેમનો નાશ કરશે.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.