2 રાજાઓ ૧૩:૧૬
પછી એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “તારો હાથ ધનુષ્ય પર મૂક.” એટલે તેણે પોતાનો હાથ તેના પર મૂક્યો. પછી એલિશાએ પોતાનો હાથ રાજાના હાથ પર મૂક્યો.2 રાજાઓ ૧૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 13:16
- He said to the king of Israel, “Put your hand on the bow;” and he put his hand on it. Elisha laid his hands on the king’s hands.
- हिन्दी — 2 राजाओं १३:१६
- तब उसने इस्राएल के राजा से कहा, “धनुष पर अपना हाथ लगा।” जब उसने अपना हाथ लगाया, तब एलीशा ने अपने हाथ राजा के हाथों पर रख दिए।
સંદર્ભમાં
૧૪જ્યારે એલિશા મરણપથારીએ પડ્યો હતો. ત્યારે ઇઝરાયલના રાજા યોઆશે તેની પાસે આવીને રડીને કહ્યું, “હે મારા પિતા! મારા પિતા! જો ઇઝરાયલના રથો તથા તેઓના ઘોડેસવારો!”
૧૫એલિશાએ તેને કહ્યું, “ધનુષ્ય લે. થોડાં તીર ઉઠાવ,” તેથી યોઆશે ધનુષ્ય અને થોડાં તીર ઉઠાવ્યાં.
૧૬પછી એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “તારો હાથ ધનુષ્ય પર મૂક.” એટલે તેણે પોતાનો હાથ તેના પર મૂક્યો. પછી એલિશાએ પોતાનો હાથ રાજાના હાથ પર મૂક્યો.
૧૭એલિશાએ કહ્યું, “પૂર્વ તરફની બારી ઉઘાડ.” તેથી તેણે તે બારી ઉઘાડી. પછી એલિશાએ કહ્યું, “તીર ચલાવ!” તેણે તીર છોડ્યું. એલિશાએ કહ્યું, “આ યહોવાહના વિજયનું તીર, અરામ પરના વિજયનું તીર હતું. કેમ કે તું અરામીઓને અફેકમાં મારીને તેમનો નાશ કરશે.”
૧૮ત્યારે એલિશાએ કહ્યું, “હવે બીજાં તીર લે,” એટલે યોઆશે તે લીધાં. એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “તેનાથી જમીન પર માર.” રાજાએ ત્રણ વાર જમીન પર માર્યું પછી તે અટકી ગયો.
