2 રાજાઓ ૧૮:૧૦
ત્રીજા વર્ષના અંતે તેઓએ તેને જીતી લીધું, એટલે કે હિઝકિયાના કારકિર્દીને છઠ્ઠા વર્ષે, જે ઇઝરાયલના રાજા હોશિયાના કારકિર્દીને નવમા વર્ષે સમરુનને કબજે કરવામાં આવ્યું.2 રાજાઓ ૧૮:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 18:10
- At the end of three years they took it. In the sixth year of Hezekiah, which was the ninth year of Hoshea king of Israel, Samaria was taken.
- हिन्दी — 2 राजाओं १८:१०
- और तीन वर्ष के बीतने पर उन्होंने उसको ले लिया। इस प्रकार हिजकिय्याह के राज्य के छठवें वर्ष में जो इस्राएल के राजा होशे के राज्य का नौवाँ वर्ष था, सामरिया ले लिया गया।
સંદર્ભમાં
૮તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદની ચારેબાજુ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓના પર હુમલો કર્યો.
૯હિઝકિયા રાજાના કારકિર્દીને ચોથા વર્ષે એટલે કે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના કારકિર્દીને સાતમા વર્ષે એમ થયું કે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું.
૧૦ત્રીજા વર્ષના અંતે તેઓએ તેને જીતી લીધું, એટલે કે હિઝકિયાના કારકિર્દીને છઠ્ઠા વર્ષે, જે ઇઝરાયલના રાજા હોશિયાના કારકિર્દીને નવમા વર્ષે સમરુનને કબજે કરવામાં આવ્યું.
૧૧આશ્શૂરનો રાજા ઇઝરાયલીઓને પકડીને આશ્શૂરમાં લઈ ગયો, તેઓને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં અને માદીઓનાં નગરોમાં રાખ્યા.
૧૨કેમ કે, તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું એટલે યહોવાહના સેવક મૂસાએ જે બધી આજ્ઞાઓ આપી હતી તેની અવગણના કરી. તેઓએ તેનું સાંભળ્યું નહિ અને તે પ્રમાણે કર્યું નહિ.
