Skip to content
Methodist Church Nadiad
હિઝકિયા રાજાના કારકિર્દીને ચોથા વર્ષે એટલે કે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના કારકિર્દીને સાતમા વર્ષે એમ થયું કે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું.

2 રાજાઓ ૧૮:૯ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English2 Kings 18:9
In the fourth year of King Hezekiah, which was the seventh year of Hoshea son of Elah king of Israel, Shalmaneser king of Assyria came up against Samaria and besieged it.
हिन्दी2 राजाओं १८:९
राजा हिजकिय्याह के राज्य के चौथे वर्ष में जो एला के पुत्र इस्राएल के राजा होशे के राज्य का सातवाँ वर्ष था, अश्शूर के राजा शल्मनेसेर ने सामरिया पर चढ़ाई करके उसे घेर लिया।

સંદર્ભમાં

તેથી યહોવાહ હિઝકિયાની સાથે રહ્યા અને જયાં જયાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. તેણે આશ્શૂરના રાજા સામે બળવો કર્યો અને તેની તાબેદારી કરી નહિ.

તેણે પલિસ્તીઓને ગાઝા તથા તેની સરહદની ચારેબાજુ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી તેઓના પર હુમલો કર્યો.

હિઝકિયા રાજાના કારકિર્દીને ચોથા વર્ષે એટલે કે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના કારકિર્દીને સાતમા વર્ષે એમ થયું કે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું.

૧૦ત્રીજા વર્ષના અંતે તેઓએ તેને જીતી લીધું, એટલે કે હિઝકિયાના કારકિર્દીને છઠ્ઠા વર્ષે, જે ઇઝરાયલના રાજા હોશિયાના કારકિર્દીને નવમા વર્ષે સમરુનને કબજે કરવામાં આવ્યું.

૧૧આશ્શૂરનો રાજા ઇઝરાયલીઓને પકડીને આશ્શૂરમાં લઈ ગયો, તેઓને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં અને માદીઓનાં નગરોમાં રાખ્યા.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.