2 રાજાઓ ૬:૨૦
જ્યારે તેઓ સમરુન આવી પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, “હે યહોવાહ, આ માણસોની આંખો ઉઘાડો કે તેઓ જુએ.” પછી યહોવાહે તેઓની આંખો ઉઘાડી અને તેઓએ જોયું, તો જુઓ, તેઓ સમરુન શહેરના મધ્ય ભાગમાં હતા.2 રાજાઓ ૬:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 6:20
- When they had come into Samaria, Elisha said, “LORD, open these men’s eyes, that they may see.” The LORD opened their eyes, and they saw; and behold, they were in the middle of Samaria.
- हिन्दी — 2 राजाओं ६:२०
- जब वे सामरिया में आ गए, तब एलीशा ने कहा, “हे यहोवा, इन लोगों की आँखें खोल कि देख सकें।” तब यहोवा ने उनकी आँखें खोलीं, और जब वे देखने लगे तब क्या देखा कि हम सामरिया के मध्य में हैं।
સંદર્ભમાં
૧૮જ્યારે અરામીઓ એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે યહોવાહ, આ લોકોને અંધ બનાવી દો.” અને યહોવાહે એલિશાના કહ્યા પ્રમાણે તેઓને અંધ કરી દીધાં.
૧૯પછી એલિશાએ અરામીઓને કહ્યું, “તે માર્ગ આ નથી, તે નગર પણ આ નથી. પણ મારી પાછળ આવો અને જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેઓને સમરુન લઈ ગયો.
૨૦જ્યારે તેઓ સમરુન આવી પહોંચ્યા ત્યારે એમ થયું કે એલિશાએ કહ્યું, “હે યહોવાહ, આ માણસોની આંખો ઉઘાડો કે તેઓ જુએ.” પછી યહોવાહે તેઓની આંખો ઉઘાડી અને તેઓએ જોયું, તો જુઓ, તેઓ સમરુન શહેરના મધ્ય ભાગમાં હતા.
૨૧ઇઝરાયલના રાજાએ તેઓને જોયા ત્યારે તેણે એલિશાને કહ્યું, “મારા પિતાજી, શું હું તેઓને મારું? તેઓને મારું?”
૨૨એલિશાએ જવાબ આપ્યો, “તારે તેમને મારવા નહિ. જેઓને તેં તારી તલવારથી અને ધનુષથી કબજે કર્યાં નથી, તેઓને શું તું મારશે? તેઓની આગળ રોટલી અને પાણી મૂક કે, તેઓ ખાઈપીને પાછા પોતાના માલિક પાસે જાય.”
