2 રાજાઓ ૬:૨૬
ઇઝરાયલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા માલિક રાજા, મદદ કરો.”2 રાજાઓ ૬:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 6:26
- As the king of Israel was passing by on the wall, a woman cried to him, saying, “Help, my lord, O king!”
- हिन्दी — 2 राजाओं ६:२६
- एक दिन इस्राएल का राजा शहरपनाह पर टहल रहा था, कि एक स्त्री ने पुकारके उससे कहा, “हे प्रभु, हे राजा, बचा।”
સંદર્ભમાં
૨૪ત્યાર પછી એવું બન્યું કે, અરામના રાજા બેન-હદાદે પોતાનું સમગ્ર સૈન્ય એકત્ર કર્યું અને સમરુનને ઘેરી લીધું.
૨૫સમરુનમાં ભારે દુકાળ પડ્યો. અને જુઓ, ગધેડાનું માથું ચાંદીના એંશી સિક્કામાં વેચાતું હતું. કબૂતરની પા માપ વિષ્ટા ચાંદીના પાંચ સિક્કામાં વેચાતી હતી.
૨૬ઇઝરાયલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા માલિક રાજા, મદદ કરો.”
૨૭તેણે કહ્યું, “જો યહોવાહ તને મદદ ન કરે, તો હું તને કયાંથી મદદ કરું? ખળીમાંથી કે દ્રાક્ષકુંડમાંથી?”
૨૮પછી રાજાએ તેને પૂછ્યું, “તને શું દુઃખ છે?” પેલી સ્ત્રીએ કહ્યું, “આ સ્ત્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તારો દીકરો આપ કે, આજે આપણે તેને ખાઈએ અને મારા દીકરાને આવતી કાલે ખાઈશું.’
