Skip to content
Methodist Church Nadiad
પછી તેણે કહ્યું, “જો આજે શાફાટના દીકરા એલિશાનું માથું તેના ધડ પર રહેવા દઉં, તો યહોવાહ મને એવું અને એ કરતાં વધારે વિતાડો.”

2 રાજાઓ ૬:૩૧ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English2 Kings 6:31
Then he said, “God do so to me, and more also, if the head of Elisha the son of Shaphat stays on him today.”
हिन्दी2 राजाओं ६:३१
तब वह बोल उठा, “यदि मैं शापात के पुत्र एलीशा का सिर आज उसके धड़ पर रहने दूँ, तो परमेश्वर मेरे साथ ऐसा ही वरन् इससे भी अधिक करे।”

સંદર્ભમાં

૨૯માટે અમે મારા દીકરાને રાંધીને ખાધો, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, “તારો દીકરો આપ કે, આપણે તેને ખાઈએ. પણ તેણે તેના દીકરાને સંતાડી દીધો.”

૩૦જ્યારે રાજાએ આ સ્ત્રીના શબ્દો સાંભળ્યા, ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં. હવે રાજા નગરના કોટ પરથી જતો હતો તો લોકોએ જોયું, કે રાજાએ તેના અંગ પર શોકનાં વસ્ત્રો પહેર્યાં હતાં.

૩૧પછી તેણે કહ્યું, “જો આજે શાફાટના દીકરા એલિશાનું માથું તેના ધડ પર રહેવા દઉં, તો યહોવાહ મને એવું અને એ કરતાં વધારે વિતાડો.”

૩૨એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જો, એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બારણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?’

૩૩તે હજી તો તેમની વાત કરતો હતો, એટલામાં જુઓ, સંદેશાવાહક તેની પાસે આવી પહોંચ્યો. તેણે કહ્યું, “જુઓ, આ વિપત્તિ યહોવાહ તરફથી આવી છે. તો શા માટે હું હવે પછી યહોવાહની રાહ જોઉં?”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.