2 રાજાઓ ૬:૯
પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયલના રાજાને સંદેશો મોકલીને કહ્યું, “સાવધ રહેજે, અમુક જગ્યાએ જતો ના, કારણ કે, અરામીઓ ત્યાં આવવાના છે.”2 રાજાઓ ૬:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 6:9
- The man of God sent to the king of Israel, saying, “Beware that you not pass this place, for the Syrians are coming down there.”
- हिन्दी — 2 राजाओं ६:९
- तब परमेश्वर के भक्त ने इस्राएल के राजा के पास कहला भेजा, “चौकसी कर और अमुक स्थान से होकर न जाना क्योंकि वहाँ अरामी चढ़ाई करनेवाले हैं।”
સંદર્ભમાં
૭એલિશાએ કહ્યું, “તે ઉઠાવી લે.” માટે પેલા માણસે હાથ લંબાવીને કુહાડી લઈ લીધી.
૮હવે અરામના રાજાએ ઇઝરાયલ સામે યુદ્ધ કર્યું. તેણે પોતાના ચાકરોની સલાહ લઈને કહ્યું, “મારી છાવણી અમુક જગ્યાએ બનાવવામાં આવશે.”
૯પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયલના રાજાને સંદેશો મોકલીને કહ્યું, “સાવધ રહેજે, અમુક જગ્યાએ જતો ના, કારણ કે, અરામીઓ ત્યાં આવવાના છે.”
૧૦ઈશ્વરભક્તે જે જગ્યા વિષે ઇઝરાયલના રાજાને ચેતવણી આપી હતી તે જગ્યાએ માણસો મોક્લ્યા. આ ચેતવણીથી તે અનેક વાર બચી ગયો.
૧૧આ ચેતવણી વિષે અરામનો રાજા ખૂબ ગભરાયો અને તેણે પોતાના ચાકરોને કહ્યું, “આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે? તે તમે મને નહિ જણાવો?”
