2 રાજાઓ ૭:૧૧
પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના કુટુંબીઓને ખબર પહોંચાડી.2 રાજાઓ ૭:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 7:11
- Then the gatekeepers called out and told it to the king’s household within.
- हिन्दी — 2 राजाओं ७:११
- तब चौकीदारों ने पुकारके राजभवन के भीतर समाचार दिया।
સંદર્ભમાં
૯પછી તેઓએ એકબીજાને કહ્યું, “આપણે આ બરાબર નથી કરતા. આ તો વધામણીનો દિવસ છે, પણ આપણે તો તે વિષે ચૂપ રહ્યા છીએ. જો આપણે સવાર સુધી રાહ જોઈશું, તો આપણા પર શિક્ષા આવી પડશે. તો હવે ચાલો, આપણે જઈને રાજાના કુટુંબીઓને કહીએ.”
૧૦માટે તેઓએ આવીને નગરના ચોકીદારોને બૂમ પાડીને કહ્યું, “અમે અરામીઓની છાવણીએ ગયા હતા, પણ ત્યાં કોઈ ન હતું, કોઈનો અવાજ ન હતો, ફક્ત ઘોડા અને ગધેડાં બાંધેલાં હતા, તંબૂઓ પણ જેમના તેમ ખાલી હતા.”
૧૧પછી દરવાજાના ચોકીદારોએ બૂમ પાડીને રાજાના કુટુંબીઓને ખબર પહોંચાડી.
૧૨ત્યારે રાજાએ રાત્રે ઊઠીને પોતાના ચાકરોને કહ્યું, “અરામીઓએ આપણને શું કર્યું છે તે હું તમને કહીશ. તે લોકો જાણે છે કે આપણે ભૂખ્યા છીએ, તેથી તેઓ છાવણી છોડીને ખેતરમાં સંતાઈ ગયા હશે. તેઓ વિચારતા હતા કે, ‘જયારે તેઓ નગરમાંથી બહાર આવશે ત્યારે આપણે તેઓને જીવતા પકડી લઈને નગરમાં જતા રહીશું.’”
૧૩રાજાના ચાકરોમાંના એકે કહ્યું, “હું તમને વિનંતી કરું છું કે, નગરમાં બાકી બચેલા ઘોડાઓમાંથી પાંચ ઘોડેસવારોને તપાસ માટે મોકલી આપવાની રજા આપો. જો તેઓ જીવતા પાછા આવશે તો તેઓની હાલત બચી ગયેલા ઇઝરાયલીઓના જેવી થશે, જો મરી જશે તો ઇઝરાયલના અત્યાર સુધીમાં નાશ પામેલાંઓની હાલત કરતાં તેઓની હાલત ખરાબ નહિ હોય.”
