2 રાજાઓ ૭:૧૮
ઈશ્વરભક્તે રાજાને કહ્યું હતું “કાલે, આ સમયે સમરુનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે” તેવું જ થયું.2 રાજાઓ ૭:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Kings 7:18
- It happened as the man of God had spoken to the king, saying, “Two seahs of barley for a shekel, and a seah of fine flour for a shekel, shall be tomorrow about this time in the gate of Samaria;”
- हिन्दी — 2 राजाओं ७:१८
- परमेश्वर के भक्त ने जैसा राजा से यह कहा था, “कल इसी समय सामरिया के फाटक में दो सआ जौ एक शेकेल में, और एक सआ मैदा एक शेकेल में बिकेगा,” वैसा ही हुआ।
સંદર્ભમાં
૧૬પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી. માટે યહોવાહના વચન પ્રમાણે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં.
૧૭જે સરદારના હાથ પર રાજા અઢેલતો હતો, તેને નગરના દરવાજાની ચોકી કરવાનું કામ સોંપ્યું. જ્યારે રાજા ઊતરીને તેની પાસે નીચે આવ્યો ત્યારે ઈશ્વરભક્તના કહ્યા પ્રમાણે તે માણસ લોકોના પગ નીચે કચડાઈને મરણ પામ્યો.
૧૮ઈશ્વરભક્તે રાજાને કહ્યું હતું “કાલે, આ સમયે સમરુનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે” તેવું જ થયું.
૧૯ત્યારે એ સરદારે ઈશ્વરભક્તને કહ્યું, “જો, યહોવાહ આકાશમાં બારીઓ કરે, તોપણ શું આ બાબત બની શકે ખરી?” એલિશાએ કહ્યું હતું, “જો, તું તે તારી પોતાની આંખે જોશે, પણ એમાંનું કશું ખાવા પામશે નહિ.”
૨૦અને એમ જ બન્યું, કેમ કે લોકોએ તેને દરવાજા આગળ જ પગ નીચે કચડી નાખ્યો અને તે મરણ પામ્યો.
