2 શમુએલ ૧૫:૩૦
પણ દાઉદ રડતો રડતો ઉઘાડા પગે જૈતૂન પર્વત પર ગયો, તેનું માથું ઢાંકેલું હતું. તેની સાથેના લોકોમાંના પ્રત્યેક માણસ પોતાનું માથું ઢાંકીને રડતો રડતો ચાલતો હતો.2 શમુએલ ૧૫:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 15:30
- David went up by the ascent of the Mount of Olives, and wept as he went up; and he had his head covered and went barefoot. All the people who were with him each covered his head, and they went up, weeping as they went up.
- हिन्दी — 2 शमूएल १५:३०
- तब दाऊद जैतून के पहाड़ की चढ़ाई पर सिर ढाँके, नंगे पाँव, रोता हुआ चढ़ने लगा; और जितने लोग उसके संग थे, वे भी सिर ढाँके रोते हुए चढ़ गए।
સંદર્ભમાં
૨૮જ્યાં સુધી તમારી તરફથી મને ખાતરીપૂર્વક ખબર નહિ મળે, ત્યાં સુધી હું અરણ્ય તરફના ઘાટ આગળ ઊભો રહીશ.
૨૯માટે સાદોક અને અબ્યાથાર ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો યરુશાલેમમાં લાવ્યા અને તેઓ ત્યાં રહ્યા.
૩૦પણ દાઉદ રડતો રડતો ઉઘાડા પગે જૈતૂન પર્વત પર ગયો, તેનું માથું ઢાંકેલું હતું. તેની સાથેના લોકોમાંના પ્રત્યેક માણસ પોતાનું માથું ઢાંકીને રડતો રડતો ચાલતો હતો.
૩૧કોઈએકે દાઉદને કહ્યું કે, “અહિથોફેલ આબ્શાલોમની સાથેના કાવતરાખોરોની સાથે છે. તેથી દાઉદે પ્રાર્થના કરી કે, ‘હે ઈશ્વર, કૃપા કરી, અહિથોફેલની સલાહને મૂર્ખતામાં બદલી નાખજે.”
૩૨અને એમ થયું કે, જયારે દાઉદ પર્વતના શિખર પર, કે જ્યાં લોકો ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં પહોંચ્યો, ત્યારે હુશાય આર્કી તેને મળવા માટે આવ્યો. તેનો અંગરખો ફાટેલો અને તેના માથા પર ધૂળ હતી.
