2 શમુએલ ૧૫:૮
તારો સેવક અરામના ગશૂરમાં રહેતો હતો ત્યારે શપથ લીધા હતા કે, ‘જો ઈશ્વર મને યરુશાલેમમાં પાછો લાવશે, તો હું ઈશ્વરની સ્તુતિ કરીશ.’”2 શમુએલ ૧૫:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 15:8
- For your servant vowed a vow while I stayed at Geshur in Syria, saying, ‘If the LORD shall indeed bring me again to Jerusalem, then I will serve the LORD.’”
- हिन्दी — 2 शमूएल १५:८
- तेरा दास तो जब अराम के गशूर में रहता था, तब यह कहकर यहोवा की मन्नत मानी, कि यदि यहोवा मुझे सचमुच यरूशलेम को लौटा ले जाए, तो मैं यहोवा की उपासना करूँगा।”
સંદર્ભમાં
૬સર્વ ઇઝરાયલના માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા ત્યારે તેઓની સાથે આબ્શાલોમ એ પ્રમાણે વર્તતો હતો. તેથી આબ્શાલોમે ઇઝરાયલના માણસોનાં મન જીતી લીધાં.
૭ચાર વર્ષ પછી એમ થયું કે, આબ્શાલોમે રાજાને કહ્યું, “ઈશ્વર સમક્ષ હેબ્રોનમાં મેં શપથ લીધા હતા તે પૂર્ણ કરવાને કૃપા કરી મને જવા દે.
૮તારો સેવક અરામના ગશૂરમાં રહેતો હતો ત્યારે શપથ લીધા હતા કે, ‘જો ઈશ્વર મને યરુશાલેમમાં પાછો લાવશે, તો હું ઈશ્વરની સ્તુતિ કરીશ.’”
૯રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” તેથી આબ્શાલોમ ત્યાંથી હેબ્રોનમાં ગયો.
૧૦પણ પછી આબ્શાલોમે ઇઝરાયલનાં સઘળાં કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું કે, “જો તમે રણશિંગડાંનો અવાજ સાંભળો, કે તરત જ તમારે કહેવું કે, ‘આબ્શાલોમ હેબ્રોનનો રાજા છે.’”
