2 શમુએલ ૧૫:૯
રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” તેથી આબ્શાલોમ ત્યાંથી હેબ્રોનમાં ગયો.2 શમુએલ ૧૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 15:9
- The king said to him, “Go in peace.” So he arose and went to Hebron.
- हिन्दी — 2 शमूएल १५:९
- राजा ने उससे कहा, “कुशल क्षेम से जा।” और वह उठकर हेब्रोन को गया।
સંદર્ભમાં
૭ચાર વર્ષ પછી એમ થયું કે, આબ્શાલોમે રાજાને કહ્યું, “ઈશ્વર સમક્ષ હેબ્રોનમાં મેં શપથ લીધા હતા તે પૂર્ણ કરવાને કૃપા કરી મને જવા દે.
૮તારો સેવક અરામના ગશૂરમાં રહેતો હતો ત્યારે શપથ લીધા હતા કે, ‘જો ઈશ્વર મને યરુશાલેમમાં પાછો લાવશે, તો હું ઈશ્વરની સ્તુતિ કરીશ.’”
૯રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” તેથી આબ્શાલોમ ત્યાંથી હેબ્રોનમાં ગયો.
૧૦પણ પછી આબ્શાલોમે ઇઝરાયલનાં સઘળાં કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું કે, “જો તમે રણશિંગડાંનો અવાજ સાંભળો, કે તરત જ તમારે કહેવું કે, ‘આબ્શાલોમ હેબ્રોનનો રાજા છે.’”
૧૧બસો આમંત્રિત માણસો યરુશાલેમથી આબ્શાલોમની સાથે ગયા. તેઓ તેમના ભોળપણમાં તેની સાથે ગયા હતા, આબ્શાલોમની યોજના વિષે તેઓ તદ્દન અજાણ હતા.
