2 શમુએલ ૧૯:૨૧
પણ સરુયાના દીકરા અબિશાયે કહ્યું “શું શિમઈને મારી નાખવો ના જોઈએ, કેમ કે તેણે ઈશ્વરના અભિષિક્તને શાપ આપ્યો છે?”2 શમુએલ ૧૯:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 19:21
- But Abishai the son of Zeruiah answered, “Shouldn’t Shimei be put to death for this, because he cursed the LORD’s anointed?”
- हिन्दी — 2 शमूएल १९:२१
- तब सरूयाह के पुत्र अबीशै ने कहा, “शिमी ने जो यहोवा के अभिषिक्त को श्राप दिया था, इस कारण क्या उसका वध करना न चाहिये?”
સંદર્ભમાં
૧૯શિમઈએ રાજાને કહ્યું, “મારો માલિક મને દોષી ન ગણે. મારા માલિક રાજા જે દિવસે યરુશાલેમ છોડીને ગયા ત્યારે મેં જે ખોટાં કામો કર્યા તે યાદ કરીશ નહિ. કૃપા કરી રાજાએ મનમાં ખોટું લગાડવું નહિ.
૨૦કેમ કે, તારો દાસ જાણે છે કે મેં પાપ કર્યું છે. મારા માલિક રાજાને મળવા માટે યૂસફના આખા કુટુંબમાંથી હું સૌથી પહેલો નીચે આવ્યો છું.”
૨૧પણ સરુયાના દીકરા અબિશાયે કહ્યું “શું શિમઈને મારી નાખવો ના જોઈએ, કેમ કે તેણે ઈશ્વરના અભિષિક્તને શાપ આપ્યો છે?”
૨૨ત્યારે દાઉદે કહ્યું, “ઓ સરુયાના દીકરાઓ, મારે તમારી સાથે શું લેવા દેવા છે, કે આજે તમે મારા દુશ્મનો થયા છો? શું ઇઝરાયલમાં આજે કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે હું આજે ઇઝરાયલનો રાજા છું?”
૨૩પછી દાઉદ રાજાએ શિમઈને કહ્યું, “તું મરશે જ નહિ.” રાજાએ તેને સમ ખાઈને વચન આપ્યું.
