2 શમુએલ ૧૯:૩
જેમ યુદ્ધમાંથી પરાજિત થઈને નાસી છૂટેલા લોકો છાની રીતે છટકી જાય છે, તેમ તે દિવસે સૈનિકો ચૂપકીથી નગરમાં ચાલ્યા ગયા.2 શમુએલ ૧૯:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 19:3
- The people sneaked into the city that day, as people who are ashamed steal away when they flee in battle.
- हिन्दी — 2 शमूएल १९:३
- इसलिए उस दिन लोग ऐसा मुँह चुराकर नगर में घुसे, जैसा लोग युद्ध से भाग आने से लज्जित होकर मुँह चुराते हैं।
સંદર્ભમાં
૧યોઆબને જણાવવાંમાં આવ્યું, “રાજા આબ્શાલોમ માટે રડે છે અને શોક કરે છે.”
૨માટે તે દિવસનો વિજય દાઉદના સર્વ સૈનિકો માટે શોકરૂપ થઈ ગયો હતો. કેમ કે સૈનિકોએ તે દિવસે સાંભળ્યું કે “રાજા પોતાના દીકરા માટે શોક કરે છે.”
૩જેમ યુદ્ધમાંથી પરાજિત થઈને નાસી છૂટેલા લોકો છાની રીતે છટકી જાય છે, તેમ તે દિવસે સૈનિકો ચૂપકીથી નગરમાં ચાલ્યા ગયા.
૪રાજાએ પોતાનું મુખ પર આવરણ કરીને ભારે વિલાપ કર્યો, “મારા દીકરા આબ્શાલોમ, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!”
૫પછી યોઆબે રાજાના મહેલમાં જઈને તેને કહ્યું, “તેઓના એટલે તારા સર્વ સૈનિકોના મુખને તેં લજ્જિત કર્યા છે. જેઓએ તારો તારા દીકરાઓનો અને દીકરીઓનો, તારી પત્નીઓના અને ઉપપત્નીઓના જીવ બચાવ્યા હતા.
