2 શમુએલ ૨:૩
દાઉદ તેની સાથેના માણસોને પણ ત્યાં લાવ્યો, દરેક પોતપોતાનાં કુટુંબને લઈને હેબ્રોનના નગરોમાં આવ્યા. ત્યાં તેમણે વસવાટ શરુ કર્યો.2 શમુએલ ૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 2:3
- David brought up his men who were with him, every man with his household. They lived in the cities of Hebron.
- हिन्दी — 2 शमूएल २:३
- दाऊद अपने साथियों को भी एक-एक के घराने समेत वहाँ ले गया; और वे हेब्रोन के गाँवों में रहने लगे।
સંદર્ભમાં
૧ત્યાર પછી એમ થયું કે દાઉદે ઈશ્વરને પૂછ્યું, “શું હું યહૂદિયાના કોઈ એક નગરમાં જાઉં?” ઈશ્વરે તેને જવાબ આપ્યો, “ઉપર જા.” દાઉદે કહ્યું, “હું કયા શહેરમાં જાઉં?” ઈશ્વરે જવાબ આપ્યો, “હેબ્રોનમાં જા.”
૨તેથી દાઉદ પોતાની બે સ્ત્રીઓ, યિઝ્રએલી અહિનોઆમ અને નાબાલ કાર્મેલીની વિધવા અબિગાઈલ સાથે ત્યાં ગયો.
૩દાઉદ તેની સાથેના માણસોને પણ ત્યાં લાવ્યો, દરેક પોતપોતાનાં કુટુંબને લઈને હેબ્રોનના નગરોમાં આવ્યા. ત્યાં તેમણે વસવાટ શરુ કર્યો.
૪યહૂદિયાના માણસો ત્યાં આવ્યા, તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ દાઉદને કહ્યું કે, “યાબેશ ગિલ્યાદના માણસોએ શાઉલને દફ્નાવ્યો.”
૫તેથી દાઉદે યાબેશ ગિલ્યાદ દેશના માણસો પાસે સંદેશાવાહકો મોકલીને તેમને કહ્યું, “તમે ઈશ્વરથી આશીર્વાદિત છો, કેમ કે તમે તમારા માલિક શાઉલ પ્રત્યે વફાદારી દર્શાવીને તેને દફ્નાવ્યો.
