2 શમુએલ ૭:૨૪
તમે ઇઝરાયલનાં લોકોને સર્વકાળ પોતાના લોક થવા માટે સ્થાપિત કર્યા છે. અને તમે, તેઓના ઈશ્વર થયા છો.2 શમુએલ ૭:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 7:24
- You established for yourself your people Israel to be your people forever; and you, LORD, became their God.
- हिन्दी — 2 शमूएल ७:२४
- और तूने अपनी प्रजा इस्राएल को अपनी सदा की प्रजा होने के लिये ठहराया; और हे यहोवा, तू आप उसका परमेश्वर है।
સંદર્ભમાં
૨૨પ્રભુ ઈશ્વર, તમે મહાન છો. તમારા જેવા બીજા કોઈ અને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.
૨૩તમે તમારો મહિમા થાય એ રીતે તમારા ઇઝરાયલી લોકોને મિસરમાંથી, ત્યાંની દેશજાતિઓને દેવદેવીઓની પકડમાંથી તેઓના દેખતા મહાન અને ભયંકર કૃત્યો કરવા છોડાવ્યાં છે.
૨૪તમે ઇઝરાયલનાં લોકોને સર્વકાળ પોતાના લોક થવા માટે સ્થાપિત કર્યા છે. અને તમે, તેઓના ઈશ્વર થયા છો.
૨૫તેથી હવે, પ્રભુ ઈશ્વર, જે વચન તમે તમારા દાસ વિષે તથા તેના કુટુંબ વિષે બોલ્યા છો તે સદાને માટે તમારા વચન અનુસાર સ્થાપિત કરો.
૨૬તમારું નામ સર્વકાળ માટે મહાન મનાઓ. લોકો કહે કે, ‘સૈન્યના ઈશ્વર ઇઝરાયલના પ્રભુ છે! તમારા સેવક દાઉદનું અને મારું ઘર તમારી આગળ સ્થાપિત થશે.
