2 શમુએલ ૭:૨૬
તમારું નામ સર્વકાળ માટે મહાન મનાઓ. લોકો કહે કે, ‘સૈન્યના ઈશ્વર ઇઝરાયલના પ્રભુ છે! તમારા સેવક દાઉદનું અને મારું ઘર તમારી આગળ સ્થાપિત થશે.2 શમુએલ ૭:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Samuel 7:26
- Let your name be magnified forever, saying, ‘The LORD of Armies is God over Israel; and the house of your servant David will be established before you.’
- हिन्दी — 2 शमूएल ७:२६
- और यह कर कि लोग तेरे नाम की महिमा सदा किया करें, कि सेनाओं का यहोवा इस्राएल के ऊपर परमेश्वर है; और तेरे दास दाऊद का घराना तेरे सामने अटल रहे।
સંદર્ભમાં
૨૪તમે ઇઝરાયલનાં લોકોને સર્વકાળ પોતાના લોક થવા માટે સ્થાપિત કર્યા છે. અને તમે, તેઓના ઈશ્વર થયા છો.
૨૫તેથી હવે, પ્રભુ ઈશ્વર, જે વચન તમે તમારા દાસ વિષે તથા તેના કુટુંબ વિષે બોલ્યા છો તે સદાને માટે તમારા વચન અનુસાર સ્થાપિત કરો.
૨૬તમારું નામ સર્વકાળ માટે મહાન મનાઓ. લોકો કહે કે, ‘સૈન્યના ઈશ્વર ઇઝરાયલના પ્રભુ છે! તમારા સેવક દાઉદનું અને મારું ઘર તમારી આગળ સ્થાપિત થશે.
૨૭સૈન્યના ઈશ્વર, ઇઝરાયલના પ્રભુ, તમે તમારા સેવકને એવું જાહેર કર્યું છે કે, હું તારે માટે ઘર બાંધીશ. તેથી મેં તમારી આગળ આ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
૨૮હવે, પ્રભુ ઈશ્વર, તમે ઈશ્વર છો અને તમારાં વચનો સત્ય છે અને આ ઉત્તમ વચન તમે મને આપ્યાં છે. હું તમારો સેવક છું.
