પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩
એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 15:3
- They, being sent on their way by the assembly, passed through both Phoenicia and Samaria, declaring the conversion of the Gentiles. They caused great joy to all the brothers.
- हिन्दी — प्रेरितों के काम १५:३
- अतः कलीसिया ने उन्हें कुछ दूर तक पहुँचाया; और वे फीनीके और सामरिया से होते हुए अन्यजातियों के मन फिराने का समाचार सुनाते गए, और सब भाइयों को बहुत आनन्दित किया।
સંદર્ભમાં
૧કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી.
૨અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.
૩એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.
૪તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું.
૫પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, ‘તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.’
