પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧૩
આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 18:13
- saying, “This man persuades men to worship God contrary to the law.”
- हिन्दी — प्रेरितों के काम १८:१३
- “यह लोगों को समझाता है, कि परमेश्वर की उपासना ऐसी रीति से करें, जो व्यवस्था के विपरीत है।”
સંદર્ભમાં
૧૧તે (પાઉલ) તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી (ત્યાં) રહ્યો.
૧૨પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ (સંપ કરીને) પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને (પાઉલને) ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,
૧૩આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.
૧૪પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, ‘ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;
૧૫પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.’”
