પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૦
પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 18:20
- When they asked him to stay with them a longer time, he declined;
- हिन्दी — प्रेरितों के काम १८:२०
- जब उन्होंने उससे विनती की, “हमारे साथ और कुछ दिन रह।” तो उसने स्वीकार न किया;
સંદર્ભમાં
૧૮ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; (તે પહેલાં) તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.
૧૯તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે (પાઉલે) તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે ભક્તિસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.
૨૦પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.
૨૧પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.
૨૨કાઈસારિયા પહોંચ્યા પછી, તેણે યરુશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.
