પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૬
હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 22:16
- Now why do you wait? Arise, be baptized, and wash away your sins, calling on the name of the Lord.’
- हिन्दी — प्रेरितों के काम २२:१६
- अब क्यों देर करता है? उठ, बपतिस्मा ले, और उसका नाम लेकर अपने पापों को धो डाल।’ (योए. 2:32)
સંદર્ભમાં
૧૪પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.
૧૫કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
૧૬હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
૧૭પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો,
૧૮(પ્રભુએ) મને દર્શન દઈને કહ્યું કે, ‘ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.’”
