પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૮
(પ્રભુએ) મને દર્શન દઈને કહ્યું કે, ‘ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.’”પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 22:18
- and saw him saying to me, ‘Hurry and get out of Jerusalem quickly, because they will not receive testimony concerning me from you.’
- हिन्दी — प्रेरितों के काम २२:१८
- और उसको देखा कि मुझसे कहता है, ‘जल्दी करके यरूशलेम से झट निकल जा; क्योंकि वे मेरे विषय में तेरी गवाही न मानेंगे।’
સંદર્ભમાં
૧૬હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
૧૭પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો,
૧૮(પ્રભુએ) મને દર્શન દઈને કહ્યું કે, ‘ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.’”
૧૯ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો;
૨૦તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.’”
