પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧૪
તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 23:14
- They came to the chief priests and the elders, and said, “We have bound ourselves under a great curse to taste nothing until we have killed Paul.
- हिन्दी — प्रेरितों के काम २३:१४
- उन्होंने प्रधान याजकों और प्राचीनों के पास आकर कहा, “हमने यह ठाना है कि जब तक हम पौलुस को मार न डालें, तब तक यदि कुछ भी खाएँ, तो हम पर धिक्कार है।
સંદર્ભમાં
૧૨દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’”
૧૩આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.
૧૪તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.
૧૫માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”
૧૬પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.
