આમોસ ૭:૧૪
પછી આમોસે અમાસ્યાને કહ્યું, “હું પ્રબોધક નથી કે પ્રબોધકનો દીકરો પણ નથી, હું તો માત્ર ભરવાડ અને ગુલ્લર વૃક્ષની સંભાળ રાખનાર છું.આમોસ ૭:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Amos 7:14
- Then Amos answered Amaziah, “I was no prophet, neither was I a prophet’s son, but I was a herdsman, and a farmer of sycamore figs;
- हिन्दी — आमोस ७:१४
- आमोस ने उत्तर देकर अमस्याह से कहा, “मैं न तो भविष्यद्वक्ता था, और न भविष्यद्वक्ता का बेटा; मैं तो गाय-बैल का चरवाहा, और गूलर के वृक्षों का छाँटनेवाला था,
સંદર્ભમાં
૧૨અમાસ્યાએ આમોસને કહ્યું કે, “હે દ્રષ્ટા, જા, યહૂદિયાના દેશમાં નાસી જા અને ત્યાં રોટલી ખાજે તથા ત્યાં પ્રબોધ કરજે.
૧૩પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાખતો નહિ, કેમ કે એ તો રાજાનું પવિત્રસ્થાન છે અને એ રાજાનું ભક્તિસ્થાન છે.”
૧૪પછી આમોસે અમાસ્યાને કહ્યું, “હું પ્રબોધક નથી કે પ્રબોધકનો દીકરો પણ નથી, હું તો માત્ર ભરવાડ અને ગુલ્લર વૃક્ષની સંભાળ રાખનાર છું.
૧૫હું ઘેટાનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાહે મને બોલાવ્યો અને વળી મને કહ્યું, ‘જા, મારા ઇઝરાયલ લોકોને પ્રબોધ કર.’”
૧૬એટલે હવે તું યહોવાહનું વચન સાંભળ. તું કહે છે કે, ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહિ.’
