ક્લોસ્સીઓને પત્ર ૪:૧૬
આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો.ક્લોસ્સીઓને પત્ર ૪:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Colossians 4:16
- When this letter has been read among you, cause it to be read also in the assembly of the Laodiceans, and that you also read the letter from Laodicea.
- हिन्दी — कुलुस्सियों ४:१६
- और जब यह पत्र तुम्हारे यहाँ पढ़ लिया जाए, तो ऐसा करना कि लौदीकिया की कलीसिया में भी पढ़ा जाए, और वह पत्र जो लौदीकिया से आए उसे तुम भी पढ़ना।
સંદર્ભમાં
૧૪વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.
૧૫લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો.
૧૬આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો.
૧૭આર્ખિપસને કહેજો કે, ‘પ્રભુમાં જે સેવાકાર્ય તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ હૃદયથી કરવાને તારે કાળજી રાખવી.’”
૧૮હું પાઉલ, મારે હાથે તમને સલામ લખું છું. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા હો.
