પુનર્નિયમ ૬:૧૯
જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે.પુનર્નિયમ ૬:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 6:19
- to thrust out all your enemies from before you, as the LORD has spoken.
- हिन्दी — व्यवस्थाविवरण ६:१९
- कि तेरे सब शत्रु तेरे सामने से दूर कर दिए जाएँ, जैसा कि यहोवा ने कहा था।
સંદર્ભમાં
૧૭તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.
૧૮અને યહોવાહની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાહે સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે અને
૧૯જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે.
૨૦ભવિષ્યકાળમાં જયારે તારો દીકરો તને પૂછે કે; “યહોવાહ આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શો છે?”
૨૧ત્યારે તું તારા દીકરાને કહેજે કે, “અમે મિસરમાં ફારુનના ગુલામ હતા; ત્યારે યહોવાહ તેમના મહાન પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી બહાર લાવ્યા,
