સભાશિક્ષક ૧૨:૩
તે દિવસે તો ઘરના રખેવાળો ધ્રૂજશે, અને બળવાન માણસો વાંકા વળી જશે, દળનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમની ખોટ પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની દ્રષ્ટિ ઝાંખી થઈ જશે.સભાશિક્ષક ૧૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 12:3
- in the day when the keepers of the house shall tremble, and the strong men shall bow themselves, and the grinders cease because they are few, and those who look out of the windows are darkened,
- हिन्दी — सभोपदेशक १२:३
- उस समय घर के पहरुए काँपेंगे, और बलवन्त झुक जाएँगे, और पिसनहारियाँ थोड़ी रहने के कारण काम छोड़ देंगी, और झरोखों में से देखनेवालियाँ अंधी हो जाएँगी,
સંદર્ભમાં
૧તારી યુવાવસ્થાના દિવસોમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર. ખરાબ દિવસો આવ્યા પહેલાં, એટલે જે વર્ષો વિષે તું એમ કહેશે કે “તેમાં મને કંઈ આનંદ નથી” તે પાસે આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર,
૨પછી ચંદ્ર, સૂર્ય અને તારાઓ અંધકારમાં જતા રહેશે, અને વરસાદ પછી વાદળાં પાછાં ફરશે.
૩તે દિવસે તો ઘરના રખેવાળો ધ્રૂજશે, અને બળવાન માણસો વાંકા વળી જશે, દળનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમની ખોટ પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની દ્રષ્ટિ ઝાંખી થઈ જશે.
૪તે સમયે રસ્તા તરફનાં બારણા બંધ કરી દેવામાં આવશે, અને ત્યારે દળવાનો અવાજ ધીમો થશે . માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે, અને સર્વ ગાનારી સ્ત્રીઓનું માન ઉતારાશે.
૫તે સમયે તેઓ ઊંચાણથી બીશે, બીક લાગશે. તેઓને રસ્તા પર ચાલતાં ડર લાગશે, બદામના ઝાડ પર ફૂલો ખીલશે, તીડ બોજારૂપ થઈ પડશે, અને ઇચ્છાઓ મરી પરવારશે. કેમ કે માણસ પોતાના અનંતકાલિક ઘરે જાય છે. અને વિલાપ કરનારાઓ શેરીઓમાં ફરે છે.
