સભાશિક્ષક ૪:૭
પછી હું પાછો ફર્યો અને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ.સભાશિક્ષક ૪:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 4:7
- Then I returned and saw vanity under the sun.
- हिन्दी — सभोपदेशक ४:७
- फिर मैंने सूर्य के नीचे यह भी व्यर्थ बात देखी।
સંદર્ભમાં
૫મૂર્ખ કામ કરતો નથી, અને પોતાની જાત પર બરબાદી લાવે છે.
૬અતિ પરિશ્રમ કરવા દ્વારા પવનમાં ફાંફાં મારીને પુષ્કળ કમાણી કરવી તેના કરતાં શાંતિસહિત થોડું મળે તે વધારે સારું છે.
૭પછી હું પાછો ફર્યો અને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ.
૮જો માણસ એકલો હોય અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી. અને દ્રવ્યથી તેને સંતોષ નથી તે વિચારતો નથી કે “હું આ પરિશ્રમ કોના માટે કરું છું” અને મારા જીવને દુઃખી કરું છું? આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે.
૯એક કરતાં બે ભલા; કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે.
