સભાશિક્ષક ૪:૬
અતિ પરિશ્રમ કરવા દ્વારા પવનમાં ફાંફાં મારીને પુષ્કળ કમાણી કરવી તેના કરતાં શાંતિસહિત થોડું મળે તે વધારે સારું છે.સભાશિક્ષક ૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 4:6
- Better is a handful, with quietness, than two handfuls with labor and chasing after wind.
- हिन्दी — सभोपदेशक ४:६
- चैन के साथ एक मुट्ठी उन दो मुट्ठियों से अच्छा है, जिनके साथ परिश्रम और वायु को पकड़ना हो।
સંદર્ભમાં
૪વળી મેં સઘળી મહેનત અને ચતુરાઈનું દરેક કામ જોયું અને એ પણ જોયું કે તેના લીધે માણસ ઉપર તેનો પડોશી ઈર્ષ્યા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનથી મુઠી ભરવા જેવું છે.
૫મૂર્ખ કામ કરતો નથી, અને પોતાની જાત પર બરબાદી લાવે છે.
૬અતિ પરિશ્રમ કરવા દ્વારા પવનમાં ફાંફાં મારીને પુષ્કળ કમાણી કરવી તેના કરતાં શાંતિસહિત થોડું મળે તે વધારે સારું છે.
૭પછી હું પાછો ફર્યો અને મેં પૃથ્વી ઉપર વ્યર્થતા જોઈ.
૮જો માણસ એકલો હોય અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી. અને દ્રવ્યથી તેને સંતોષ નથી તે વિચારતો નથી કે “હું આ પરિશ્રમ કોના માટે કરું છું” અને મારા જીવને દુઃખી કરું છું? આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે.
