સભાશિક્ષક ૫:૧૨
મજૂર ગમે તો ઓછું ખાય કે વધારે ખાય તોપણ તે શાંતિથી ઊંઘી શકે છે. પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.સભાશિક્ષક ૫:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 5:12
- The sleep of a laboring man is sweet, whether he eats little or much; but the abundance of the rich will not allow him to sleep.
- हिन्दी — सभोपदेशक ५:१२
- परिश्रम करनेवाला चाहे थोड़ा खाए, या बहुत, तो भी उसकी नींद सुखदाई होती है; परन्तु धनी के धन बढ़ने के कारण उसको नींद नहीं आती।
સંદર્ભમાં
૧૦રૂપાનો લોભી ચાંદીથી સંતુષ્ટ થશે નહિ. સમૃદ્ધિનો લોભી સમૃદ્ધિથી સંતોષ પામશે નહિ.
૧૧દોલત વધે છે ત્યારે તેને ખાનારા પણ વધે છે. અને તેથી તેના માલિકને, નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય છે?
૧૨મજૂર ગમે તો ઓછું ખાય કે વધારે ખાય તોપણ તે શાંતિથી ઊંઘી શકે છે. પણ દ્રવ્યવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી.
૧૩મેં પૃથ્વી પર એક ભારે દુઃખ જોયું છે. એટલે દ્રવ્યનો માલિક પોતાના નુકસાનને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી રાખે છે તે.
૧૪પરંતુ તે દ્રવ્ય અવિચારી સાહસને કારણે ચાલ્યું જાય છે અને જો તેને પોતાનો દીકરો હોય તો તેના હાથમાં પણ કશું રહેતું નથી
