સભાશિક્ષક ૬:૨
એટલે જેને ઈશ્વરે ધન-સંપત્તિ અને સન્માન આપ્યા છે કે જે કંઈ તે ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ પડશે નહિ. પરંતુ તેનો ઉપભોગ કરવાની શક્તિ તેને આપતા નથી. પણ બીજો કોઈ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભારે દુ:ખ છે.સભાશિક્ષક ૬:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 6:2
- a man to whom God gives riches, wealth, and honor, so that he lacks nothing for his soul of all that he desires, yet God gives him no power to eat of it, but an alien eats it. This is vanity, and it is an evil disease.
- हिन्दी — सभोपदेशक ६:२
- किसी मनुष्य को परमेश्वर धन-सम्पत्ति और प्रतिष्ठा यहाँ तक देता है कि जो कुछ उसका मन चाहता है उसे उसकी कुछ भी घटी नहीं होती, तो भी परमेश्वर उसको उसमें से खाने नहीं देता, कोई दूसरा ही उसे खाता है; यह व्यर्थ और भयानक दुःख है।
સંદર્ભમાં
૧મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુ:ખ નિહાળ્યું છે.
૨એટલે જેને ઈશ્વરે ધન-સંપત્તિ અને સન્માન આપ્યા છે કે જે કંઈ તે ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ પડશે નહિ. પરંતુ તેનો ઉપભોગ કરવાની શક્તિ તેને આપતા નથી. પણ બીજો કોઈ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભારે દુ:ખ છે.
૩જો કોઈ મનુષ્યને સો સંતાનો હોય અને તે પોતે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેનું દફન પણ ન થાય તો હું કહું છું કે, એના કરતાં ગર્ભપાતથી તે મૃતાવસ્થામાં જન્મ્યો હોત તો સારો થાત.
૪કેમ કે તે વ્યર્થતારૂપ આવે છે અને અંધકારમાં જતો રહે છે. અને તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જાય છે.
