એફેસીઓને પત્ર ૬:૧૦
અંતે, મારા પ્રિય ભાઈઓ, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ.એફેસીઓને પત્ર ૬:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 6:10
- Finally, be strong in the Lord and in the strength of his might.
- हिन्दी — इफिसियों ६:१०
- इसलिए प्रभु में और उसकी शक्ति के प्रभाव में बलवन्त बनो ।
સંદર્ભમાં
૮જે કોઈ કંઈ સારું કરશે, તે દાસ હોય કે સ્વતંત્ર હોય, પણ પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે, એમ સમજો.
૯વળી માલિકો, તમે દાસોની સાથે એમ જ વર્તો, ધમકાવવાનું છોડી દો, અને જાણો કે તેઓનો તથા તમારો પણ એક જ માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે પક્ષપાત નથી.
૧૦અંતે, મારા પ્રિય ભાઈઓ, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ.
૧૧શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.
૧૨કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે.
