એફેસીઓને પત્ર ૬:૧૧
શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.એફેસીઓને પત્ર ૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 6:11
- Put on the whole armor of God, that you may be able to stand against the wiles of the devil.
- हिन्दी — इफिसियों ६:११
- परमेश्वर के सारे हथियार बाँध लो कि तुम शैतान की युक्तियों के सामने खड़े रह सको।
સંદર્ભમાં
૯વળી માલિકો, તમે દાસોની સાથે એમ જ વર્તો, ધમકાવવાનું છોડી દો, અને જાણો કે તેઓનો તથા તમારો પણ એક જ માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે પક્ષપાત નથી.
૧૦અંતે, મારા પ્રિય ભાઈઓ, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ.
૧૧શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.
૧૨કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે.
૧૩એ માટે તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ કરો કે, તમે ખરાબ દિવસે સામનો કરી શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.
