નિર્ગમન ૧૯:૩
એ પર્વત પર જઈને મૂસા યહોવાહ સમક્ષ ઊભો રહ્યો. અને યહોવાહે તેને પર્વત પર કહ્યું, “ઇઝરાયલી લોકોને અને યાકૂબનાં સંતાનોને આ કહેજે કે,નિર્ગમન ૧૯:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 19:3
- Moses went up to God, and the LORD called to him out of the mountain, saying, “This is what you shall tell the house of Jacob, and tell the children of Israel:
- हिन्दी — निर्गमन १९:३
- तब मूसा पर्वत पर परमेश्वर के पास चढ़ गया, और यहोवा ने पर्वत पर से उसको पुकारकर कहा, “याकूब के घराने से ऐसा कह, और इस्राएलियों को मेरा यह वचन सुना,
સંદર્ભમાં
૧મિસર દેશમાંથી પ્રયાણ કર્યા પછી ત્રીજા માસના પ્રથમ દિવસે જ ઇઝરાયલીઓ સિનાઈના અરણ્યમાં આવી પહોંચ્યા.
૨ઇઝરાયલીઓ રફીદીમથી સિનાઈના અરણ્યમાં આવ્યા ત્યારે સિનાઈ પર્વતની આગળ છાવણી કરી.
૩એ પર્વત પર જઈને મૂસા યહોવાહ સમક્ષ ઊભો રહ્યો. અને યહોવાહે તેને પર્વત પર કહ્યું, “ઇઝરાયલી લોકોને અને યાકૂબનાં સંતાનોને આ કહેજે કે,
૪‘તમે તમારી નજરે જોયું કે મેં મિસરવાસીઓને શું શું કર્યું છે. અને તમને મિસરમાંથી ગરુડની જેમ પાંખો પર ઊંચકીને હું મારી પાસે કેવી રીતે લાવ્યો.’
૫તેથી હવે જો તમે મારા કહ્યા પ્રમાણે કરશો અને મારા કરારને પાળશો, તો સર્વ પ્રજાઓમાં માત્ર તમે જ ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી મારી છે. તેમાં હું તમને જ મારા ખાસ લોકો તરીકે પસંદ કરું છું.
