નિર્ગમન ૧૯:૯
પછી યહોવાહે મૂસાને કહ્યું, “જો હું ઘાડાં વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.” અને મૂસાએ લોકોએ જે કર્યું હતું તે યહોવાહને કહી સંભળાવ્યું.”નિર્ગમન ૧૯:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 19:9
- The LORD said to Moses, “Behold, I come to you in a thick cloud, that the people may hear when I speak with you, and may also believe you forever.” Moses told the words of the people to the LORD.
- हिन्दी — निर्गमन १९:९
- तब यहोवा ने मूसा से कहा, “सुन, मैं बादल के अंधियारे में होकर तेरे पास आता हूँ, इसलिए कि जब मैं तुझ से बातें करूँ तब वे लोग सुनें, और सदा तेरा विश्वास करें।” और मूसा ने यहोवा से लोगों की बातों का वर्णन किया।
સંદર્ભમાં
૭આથી મૂસાએ આવીને લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાહે તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં.
૮તે સાંભળીને સર્વ લોકોએ એકસાથે જવાબ આપ્યો, “યહોવાહે જે ફરમાવ્યું છે તે બધાનું અમે પાલન કરીશું.” લોકોનો આ પ્રતિભાવ મૂસાએ ઈશ્વરની સમક્ષ જાહેર કર્યો.
૯પછી યહોવાહે મૂસાને કહ્યું, “જો હું ઘાડાં વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.” અને મૂસાએ લોકોએ જે કર્યું હતું તે યહોવાહને કહી સંભળાવ્યું.”
૧૦પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજે અને આવતીકાલે તેઓ પોતાનાં શરીરો શુદ્ધ કરે અને પોતાનાં વસ્ત્રો ધુએ,
૧૧અને ત્રીજા દિવસને માટે તૈયાર થઈ જાય; કારણ કે, ત્રીજે દિવસે હું યહોવાહ સર્વ લોકોના દેખતાં સિનાઈના પર્વત પર ઊતરવાનો છું.
