નિર્ગમન ૨૬:૧૫
પવિત્રમંડપના ટેકા માટે તું બાવળનાં પાટિયાં બનાવીને ઊભા મૂકજે.નિર્ગમન ૨૬:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 26:15
- “You shall make the boards for the tabernacle of acacia wood, standing upright.
- हिन्दी — निर्गमन २६:१५
- “फिर निवास को खड़ा करने के लिये बबूल की लकड़ी के तख्ते बनवाना।
સંદર્ભમાં
૧૩તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે.
૧૪તંબુ માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું બીજું આચ્છાદન બનાવજે અને તેના પર ઢાંકવા માટે મુલાયમ ચામડાનું આચ્છાદન બનાવજે.
૧૫પવિત્રમંડપના ટેકા માટે તું બાવળનાં પાટિયાં બનાવીને ઊભા મૂકજે.
૧૬પ્રત્યેક પાટિયું દસ હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હોય.
૧૭પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલાં બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.
