નિર્ગમન ૩૭:૨૭
તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.નિર્ગમન ૩૭:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 37:27
- He made two golden rings for it under its molding crown, on its two ribs, on its two sides, for places for poles with which to carry it.
- हिन्दी — निर्गमन ३७:२७
- और उस बाड़ के नीचे उसके दोनों पल्लों पर उसने सोने के दो कड़े बनाए, जो उसके उठाने के डंडों के खानों का काम दें।
સંદર્ભમાં
૨૫બસાલેલે ધૂપ માટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. તેની લંબાઈ એક હાથ, પહોળાઈ એક હાથ તથા ઊંચાઈ બે હાથ અને સમચોરસ હતી. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.
૨૬આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
૨૭તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.
૨૮તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.
૨૯તેણે અભિષેક માટેનું પવિત્ર તેલ તથા શુદ્ધ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બનાવ્યાં.
